EID-A-MILAD
વિષય: ‘ઈદ-એ-મિલાદ’ ની ઉજવણી બાબત
જય ભારત સાથે જાણવવાનું કે અમારી ઉપરોક્ત શાળામાં તા.14-09-24ને શનિવારના રોજ શિક્ષણના ભાગ રૂપે વિધાર્થીઓને આધ્યાત્મિક જ્ઞાન આપવા અર્થે ‘ઈદ-એ-મિલાદ’ ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી.
શિક્ષકમિત્રો વિધાર્થીઓને ‘નબીના જીવન પ્રસંગ’ ની કથાથી વાકેફ કર્યા તથા ‘કુરાન-શરીફ’નું પઠન કરાવ્યું અને અંતે સલામ આપી. શાળાનું વાતાવરણ આધ્યાત્મિકતાથી ભાવવિભોર થઇ ઉઠ્યું.
જે સાહેબ આપને વિદિત થાય લિ. આપનો આજ્ઞાંકિત
નંદિશશાળા પરિવાર
