રમતોત્સ્વ-2025
વિષય: “વાર્ષિક રમતોત્સ્વ-2025-26” કાર્યક્રમ અંગે.
અમારી ઉપરોક્ત શાળામાં તા.28/12/24ના રોજ ‘વાર્ષિક રમતોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું, આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનનું (મેં.ટ્રસ્ટીશ્રીનું) સ્વાગત પરેડ, લેઝીમ, દ્વારા અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું. રમતોમાં દોડ,લીબુંચમચી, ત્રી-પગીદોડ, સ્લો-સાયકલ, સંગીતખુરશી, ખો-ખો, કબડ્ડી, અને ક્રિકેટ માટે બાળકોનું સિલેકશન કરી ટીમો બનાવી હતી તેમાં વિધાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો.
શાળાના મેં.ટ્રસ્ટીએ લીલીઝંડી આપી રમતોત્સવનો આરંભ કર્યો. કાર્યક્રમના અંતેરમતોમાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીયસ્થાન પ્રાપ્તકરનારને મેડલ,ટ્રોફી અને સર્ટીફીકેટ આપીને બિરદાવ્યા. અને મે.ટ્રસ્ટી અને આચાર્યશ્રીએ ‘જીવનમાં રમતોનું મહત્વ શું છે? તેનાથી બાળકોને વાકેફ કર્યા. ત્યારબાદ અલ્પાહાર મેળવી કાર્યક્રમને પૂર્ણ કર્યો.
