INDEPENDENCE DAY
અમારી શાળામાં “હર ઘર તિરંગા” રાષ્ટ્રીય ગર્વ અને એકતા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. રાષ્ટ્રગીત અને ઝંડા ગીત,સાંસ્કૃતિક પ્રોગ્રામ સાથે “79 માં સ્વતંત્રદિનની”ઉજવણી કરી તથા પ્રાંગણમાં હાજર તમામ લોકો આઝાદીનાં ગગનભેદી નારા લગાવ્યા અને દેશભક્તિમાં ઓતપ્રોત થઈ ગયા.
અંતે શાળાનાં ટ્રસ્ટીશ્રી જણાવ્યું કે સ્વચ્છતા એજ દેશની સુરક્ષા છે,દેશપ્રેમ છે, અને આચાર્યશ્રી એ વક્તવ્ય આપતાં કહ્યું કે “સ્વચ્છતાની બાગડોર પ્રજાનાહાથમાં છે.” આ સાંભળી બધા મંત્રમુગ્ધ થઈ ગયા.
