5th SEP TEACHER DAY

વિષય:-“સ્વયં શિક્ષકદિનની” ઉજવણી બાબત

                    જય ભારત સાથે જણાવવાનું કે અમારી ઉપરોક્ત શાળામાં “સ્વયં શિક્ષકદિન” ઉજવણીનું સુચારું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં નંદિશ પ્રા.મા અને ઉ.મા વિભાગનાં વિદ્યાર્થીઓ ‘સ્વયંઆચાર્ય, સ્વયંશિક્ષક,સ્વયં વહીવટી કર્મચારી અને સ્વયંસેવક’ ની ભૂમિકા અદા કરીને 5મી સપ્ટેમ્બર ડૉ.રાધાકૃષ્ણ સર્વપલ્લીની જન્મજયંતી ઉજવી.

                    ત્યારબાદ આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ડૉ.રાધાકૃષ્ણ સર્વપલ્લીનાં જીવન પ્રસંગથી વાકેફ કર્યાં તથા સાક્ષરતાનાં પ્રચાર-પ્રસારની જવાબદારી સરકારશ્રી નિભાવે છે પણ સાથે સાથે લોકભાગીદારી પણ એટલી જરૂરી છે તે સમજાવ્યું.

                 અંતે આદરણીય મે.ટ્રસ્ટીશ્રી “સ્વયં શિક્ષકદિન” ની ઉજવણીમાં ભાગલેનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય આવનારને પુરસ્કારથી સંમાનિત કર્યાં અને ‘શિક્ષણની જ્યોત’ ને અવિરત ચાલું રાખવા અપીલ કરી.

Whatsapp Call Email Inquiry